એ કાળો ઓળો દવાખાનાના પગથિયાં ઉતરીને થોડીવાર ઉભો રહ્યોં.તખુભાએ મોબાઈલની બેટરી ઊંચી કરીને રાડ પાડી.."અલ્યા કયો છે ઈ..દવાખાનામાં શું કરતો'તો..." તખુભાની રાડ સાંભળીને ગટરના પાણીમાં કંઈક ખળભળાટ થયો.પાળા પર સુતેલા કૂતરાંઓ પણ ઊઠીને એક સાથે ભસવા લાગ્યાં..પાળા પર દેકારો મચી ગયો ! તખુભાએ મોબાઈલની ટોર્ચ પાણી તરફ ફેરવી.કોઈ જનાવર એના બચ્ચાં સાથે પાણીમાંથી બહાર નીકળ્યું હતું.એ જનાવરની બે અને બચ્ચાંઓની દસ આંખો ટોર્ચના પ્રકાશમાં ચમકી રહી હતી. તખુભાના પેટમાં ટાઢો શેરડો પડ્યો.પણ બીજી જ ક્ષણે એમને ખ્યાલ આવ્યો હતો કે એ જનાવર બીજું કંઈ નહીં પણ ભૂંડ પરિવાર હતો એટલે ગભરાવાની જરૂર નહોતી. તખુભાએ ભૂંડસ (ભૂંડનું બહુવચન આ રીતે કરવાની છૂટ લેવા દેજો,