તલાશ - 24

(56)
  • 6.3k
  • 3
  • 3.7k

"ભાઈ મેં તો તને સારા ઘરનો ધાર્યો હતો. મારા વરની તબિયત ખરાબ છે એટલે તને બેગ ઉતારી લાવવા કહ્યું તો તું તો બેગ ઉપાડી ને હાલતો થવા માંડ્યો ભાઈ." એમ બોલતી એ યુવતી એની પાસે આવી અને એના હાથમાંથી બેગ આંચકી લીધી. જીતુભા બઘવાઈ સ્ટેચ્યુ થઈ ગયો. કાપો તો લોહી ન નીકળે એવી એની હાલત થઈ ગઈ. એ યુવતી આમ ફરી જશે એવું એણે નહોતું ધાર્યું. શું જવાબ આપવો એ પણ વિચાર એને માંડ આવ્યો અને એ બોલ્યો. "બહેન એવું કઈ નથી તમે દેખાણા નહીં. એટલે હું તમને આજુબાજુ શોધતો હતો તમે ક્યાંય દેખાતા ન હતા." જીતુભાએ નોંધ્યું કે એનો ડ્રાઈવર અને બીજા કેટલાક લોકો એને ઘુરી