તલાશ - 23

(51)
  • 6.1k
  • 2
  • 3.8k

રાત્રીના લગભગ 12-30 વાગ્યા હતા અનોપચંદ હમણાં જ એક મિટિંગમાંથી ઘરે આવ્યો હતો. હોલમાં નીતા અને નિનાદ (અનોપચંદનો નાનો દીકરો અને એની પત્ની) બેઠા હતા. સૌમિલ (મોટા દીકરાનો દીકરો) અને નિકુંજ (નિનાદનો દીકરો) સુઈ ગયા હતા. પોતાના બેડરૂમમાં જઈ ફ્રેશ થઈને અનોપચંદ ફરી હોલમાં આવ્યા અને પૂછ્યું "સુમિત અને સ્નેહા ક્યારે આવશે?" "પપ્પા દીદી અને જીજાજી બસ હવે આવવાની તૈયારીમાં છે.” અનોપચંદની ફેમિલીનો આ શિરસ્તો હતો જો કોઈ બહારગામ ન હોય તો રાત્રે ભલે થોડીકવાર પણ આખા કુટુંબે સાથે બેસવું. અનોપચંદની પત્ની 4 વર્ષ પહેલા મૃત્યુ પામી હતી. પણ 2 દીકરા અને 2 વહુઓ અને બાળકો જાગતા હોય તો એ લોકો બધા રાત્રે ડિનર