સજન સે જૂઠ મત બોલો - 21

(41)
  • 5.5k
  • 1.7k

પ્રકરણ એકવીસમું/૨૧એ પછી સૂર્યદેવે સાહિલના સગડ અને સલામતી માટે કોલ જોડ્યો તેના ખાસ જીગરી અને ખબરી દોસ્ત દીલાવરખાનને...અને આ તરફ સપનાના લાપતાની ખબર સાથે ભગીરથના તૂટલાં કરોડોના સપનાને સાંધવાની અને સપનાના સગડ શોધવાની મથામણના અંતે કંટાળેલાં ભગીરથે કોલ લાગવ્યો, એક ઘા ને બે કટકા કરે એવાં હુકમના પાના જેવા બિલ્લુભૈયાને..‘હુકમ કરો સાહેબજી’ સૂર્યદેવનો કોલ રીસીવ કરતાં તેની પડછંદ કાયાને અનુરૂપ દમદાર અને પહાડી અવાજમાં દિલાવર ખાન બોલ્યો..‘કહાં હો દિલાવર ? ’ સૂર્યદેવ‘જી.. વો ઇકબાલ મિર્ચી કે એરિયા મેં હૂં.’‘અચ્છા એક બાત સૂન...’ એ પછી ટૂંકમાં સૂર્યદેવે સાહિલની ગતિવિધિ પર નજર રાખવાની સૂચના આપી અને વાત પૂરી કરી.દિલાવર ખાન..નામને સાર્થક કરે એવાં શખ્શિયતનો