અંગત ડાયરી - થાક

  • 5.3k
  • 1.5k

શીર્ષક : થાક©લેખક : કમલેશ જોષીમારા જિજ્ઞાસુ ભાણીયાએ લેસન કરતા કરતા ‘થાકી ગયો’ની ફરિયાદ કરી. બદલામાં એની મમ્મીએ કહ્યું "લેસન કરવામાં થાકી જાય છે, ક્રિકેટ રમવામાં કેમ નથી થાકી જતો?” મનેય વાત વિચારવા જેવી લાગી. જવાબ ભાણીયાએ જ આપ્યો, "લેસન કરવું મને નથી ગમતું, જયારે ક્રિકેટ તો મારી ફેવરીટ ગેમ છે એટલે તમે કહો તો હું બે કલાક નહીં, આઠ કલાક પણ ક્રિકેટ રમી શકું.” સીધો સાદો મંત્ર. સામાન્ય રીતે કોઈ કાર્યમાં લાગેલી આપણી એનર્જી લૉ લેવલે પહોંચે ત્યારે આપણા તન-મનને જે અહેસાસ થાય એને થાક કહેવાય. પરંતુ ગમતી ઍક્ટિવીટી કરતી વખતે પેલી એનર્જી તેના નિયમ વિરુદ્ધ વર્તન કરતી હશે?