અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૧૮ભાર્ગવી પોતાના સસરાની માળા પુરી થવાની રાહમાં વિચારોમાં ગરકાવ થઈ ગઈ હતી. ભાર્ગવીને અચાનક એમ થયું કે, અપૂર્વ સવારે તો ખૂબ ગુસ્સામાં ઓફિસ ગયો હતો, અને ઘરે આવ્યો તો એકદમ શાંત બનીને સમજદારીથી વર્તવા લાગ્યો, આ જરૂર પપ્પાની પ્રાર્થનાનું જ પરિણામ છે. ભાર્ગવી આવું વિચારીને પોતે પણ મંદિરમાં એક દીવો પ્રગટાવીને ભગવાનને નમન કરે છે, અને મનમાં જ