ભારતીય વાયુસેના સ્થાપના દિન ભારતીય વાયુસેનાનો ભગવતગીતા સાથે ખાસ સંબંધ છે. તેનું આદર્શ વાક્ય नभ:स्पृशं दीप्तम् ગીતાના 11મા અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે. મહાભારતના મહાયુદ્ધ દરમિયાન કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપ્યો હતો તેનો જ આ અંશ છે. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડી રહ્યા હતા.ભગવાનનું આ વિરાટ સ્વરૂપ આકાશ સુધી વ્યાપક છે. અર્જુનના મનમાં આ જોઈને ભય જાગ્યો અને તે આત્મ નિયંત્રણ ગુમાવવા માંડ્યો. આ જ રીતે ભારતીય વાયુસેના રાષ્ટ્રની રક્ષામાં આંતરિક્ષ શક્તિનો ઉપયોગ કરીને શત્રુઓના દમનનું લક્ષ્ય રાખે છે. नभ:स्पृशं दीप्तमनेकवर्ण व्यात्ताननं दीप्तविशालनेत्रम् । दृष्ट्वा हि त्वां प्रव्यथितान्तरात्मा धृतिं न विन्दामि शमं च विष्णो ।। આનો અર્થ છે, “હે વિષ્ણું આકાશને સ્પર્શ કરનાર, દેદીપ્યમાન, અનેક