પ્રેમ - પ્રકરણ-1

(15)
  • 3.8k
  • 1
  • 2.1k

આરતી માટે કૉલેજનો આજે પહેલો દિવસ હતો. શહેરની ખૂબજ સારી કૉલેજમાં આરતીને એડમિશન મળી ગયું હતું. તે પોતાનો ક્લાસરૂમ શોધવા માટે આમ થી તેમ ડાફોળિયા મારી રહી હતી. અને દરેક ક્લાસની ઉપર વાંચતા વાંચતા આગળ ચાલતી જતી હતી. અચાનક ક્લાસમાંથી એક છોકરો બહાર નીકળ્યો અને આરતી ડાફોળિયા મારતી મારતી તેને ટકરાઈ ગઈ. અને "સૉરી સૉરી" બોલવા લાગી. પેલો છોકરો પણ તરત જ બોલી પડ્યો, "ઈટ્સ ઓકે" અને પછી તેણે આરતીને પૂછ્યું કે, "બાય ધ વે, તમે શું શોધી રહ્યા છો ?" આરતીએ એક સેકન્ડ વિચાર કર્યો અને પછી બોલી કે, "જી, હું ફર્સ્ટ ઈયરનો ક્લાસ શોધી રહી છું." ઉમંગ: આજ