મમતા, ગરિમા અને વિનીત ડોક્ટરની કેબિનમાંથી બહાર નીકળ્યાં. બંને બહેનો અંદરો અંદર વાતો કરતાં કરતાં અંતરાની રૂમમાં આવી. મમતાએ મમ્મીને ફોન લગાડ્યો, “મમ્મી ડોક્ટર તો બેબીને ન અપનાવીએ તો પોલીસ કમ્પલેઇન કરી નાખશે, એવું કહે છે... ના, ના, ઘરની આબરૂની ફિકર અમને પણ છે... સમાજમાં તમારા ઘરનું નામ થોડી ખરાબ થવા દઈશું? પણ મમ્મી, પાછું વિનીત જન્મ્યો હતો ત્યારે જે થયું હતું એવું રીપિટ થશે તો? તને યાદ છે ને આપણે કેવા દિવસો કાઢ્યા હતા... તો શું કરવું? બેબીને લઇ લેવી? ઠીક છે મમ્મી, હું ગરિમા સાથે વાત કરું છું અને પછી ડોક્ટરને કહી દઇએ. ચાલ જય શ્રીકૃષ્ણ...” “ ગરિમા