સ્નેહા ને પોતાની મા નું શબ પણ સોંપવામાં ન આવ્યું.... પોલીસ ની સાથે અગ્નિસંસ્કાર કરીને સ્નેહા ને બહાર લઈ જવામાં આવી... એટલા વર્ષ સુધી સંગીતા ના પરિવાર રૂપે કોઈ આવ્યુ ન હતુ જેથી એનું અગ્નિદહન પણ પોલીસ ના લોકો એ જ પતાવ્યું હતું...સ્નેહા એની સાથે હતી પરંતુ એ એની દીકરી છે એવો કોઈ પુરાવો આપે એ પહેલા એની મા એને મૂકીને જતી રહી હતી.... બાંકડા ઉપર બેઠેલી સ્નેહા કોઈ પૂતળાની જેમ બેઠી હતી...એના ચહેરા ઉપર કોઈ ભાવ ન હતા... હજી આજે પહેલી વાર એટલા વર્ષો પછી એના મમ્મી ને મળી હતી અને આજે જ એનાથી હંમેશા માટે વિદાઈ લઈ લીધી