માનવીનું મન અદમ્ય ઈચ્છાઓનું જાણે અક્ષય પાત્ર. એક પછી એક ઇચ્છાઓ નવા સપના બની અવતર્યા જ કરે, અને માનવીનું મન તે ઈચ્છાઓના સાગરના ઘૂઘવાટ માં, લહેરોમાં લહેરી ઈચ્છાઓ પૂરી કરવા દિલોજાનથી ચાહવા લાગે પોતાના અસ્તિત્વને પોતાના પ્રેમને.... મૌસમ અને આલય એકબીજાની વાતોમાં જાણે ખોવાઈ ગયા ક્યારે કોલેજ આવી ગઈ ....રસ્તો જાણે ટૂંકો થઈ ગયો..... એકબીજાથી દૂર જવા જાણે હ્ર્દય પરવાનગી આપતું ન હતું, બસ એક જ મહેચ્છા પોતાની જાતને આખેઆખી ઓગાળી દેવી એકબીજાના અવિરત વહેતાં સંવેદનમાં. મૌસમ :-"ચાલ હવે હું જાઉં?" આલય :-"હું ના પાડીશ તો નહીં જા?" મૌસમ :-" જઈશ તો ખરા પણ તને