પ્રકરણ ૩૭કુંદરના ગયા પછી માનસા બહાર આવી અને ખંધુ હસી, "તું રાવિકા અને રાધિકા સુધી પહોંચ તો ખરો, હું તારી પાછળ જ છું. એ બન્નેની શક્તિઓ પર માત્ર મારો અધિકાર છે.""મને બા'ર કાઢ માનસા..." ત્રિસ્તા બા'ર નીકળવા ધમપછાડા કરી રહી હતી."તું તારો સંયમ ખોઈ બેઠી છે, તારી નાની એવડી ઈચ્છા પુરી કરવામાં તેં આપણું પહાડ જેવડું લક્ષ્ય ભટકવાની ભૂલ કરી છે અને ભૂલની સજા તો ભોગવવી જ પડશે.""મને બા'ર કાઢ માનસા, જો હું જાતે બા'ર નીકળી તો તારા માટે સારુ નઈ રે." ત્રિસ્તાએ તેના દાંત પિસ્યા.માનસાએ ત્રિસ્તાની વાતને બીજા કાનથી કાઢી નાખી અને કુંદરની પાછળ ગઈ."બાબાજી, તમારા ચેહરા પર આ