લોસ્ટ - 34

(31)
  • 3.6k
  • 2
  • 1.8k

પ્રકરણ ૩૪રાવિ ઝડપથી કૂદી, એક હાથથી વેલા પકડ્યા અને બીજા હાથથી રાધિને, "બેવકૂફ, ચાલ જલ્દી હવે."બન્ને બહેનો માંડ માંડ બીજા ઝુલા ઉપર આવી અને જેમ બને એમ ઝડપથી આગળ વધવા લાગી, બન્નેએ જે જે ઝૂલા પર પગ મુક્યો હતો એ ઝૂલા થોડી સેકન્ડ પછી તૂટી જતા હતા.કેટલાયે ઝૂલા પાર કર્યા પછી રાવિને જમીન દેખાઈ, બન્નેએ લાંબો કૂદકો માર્યો અને જમીન ઉપર આવી ગઈ."માયાએ જૂઠું બોલીને આપણને ફસાવ્યા છે એવુ તો નથી ને?" રાધિને શ્વાસ ચડી ગયો હતો."ના, માયાએ મને કીધું હતું કે મમ્મા સુધી પહોંચવા આપણે ખુબજ મુશ્કેલ રસ્તેથી પસાર થવું પડશે પણ આટલો મુશ્કેલ રસ્તો હશે એ ન'તી ખબર."