પ્રકરણ ૩૧"હા બેટા...." રાહુલએ ઉભા થવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો, તેનું શરીર સમય કરતા વહેલું ઘરડું થઇ ગયું હતું અને તેની દાઢી અને માથાના વાળ ખુબજ વધી ગયા હતા."પપ્પા...." રાધિ રાહુલને ભેંટીને રડવા લાગી."રડ નઈ બેટા, રડ નઈ." રાહુલએ રાધિના માથા પર હાથ ફેરવ્યો."રાવિ ક્યાં છે પપ્પા? માયા કોણ છે અને ક્યાં લઇ ગઈ છે રાવિને?" રાધિએ તેની આંખો લૂંછી."ચાલ મારી સાથે." રાહુલએ ધ્રુજતા હાથે રાધિનો હાથ પકડ્યો.ચારેય જણ થોડુંક ચાલ્યા હશે ત્યાં એક ગુફા નજરે ચડી.રાહુલએ ગુફા તરફ ઈશારો કર્યો, "રાવિ ત્યાં છે.""હું અંદર જઉ છું, હું બોલવું તો જ અંદર આવજો." રાધિ અવાજ ન થાય એમ અંદર ગઈ, ગુફામાં