લોસ્ટ - 26

(30)
  • 3.4k
  • 2
  • 1.9k

પ્રકરણ ૨૬રાધિ પાછી તેના ઓરડામાં આવી ત્યારે આધ્વીકા પહેલેથી ત્યાં હતી, આધ્વીકાને જોઈને રાધિ દોડતી જઈને તેને વળગી પડી, "મમ્મા તમે રાવિ સાથે આવું વર્તન કેમ કર્યું? રાવિને જિજ્ઞા માસીએ ઉછેરીને મોટી કરી છે તો તેનો જિજ્ઞામાસી તરફનો લગાવ સ્વાભાવિક નથી?""છે, પણ રાવિ જે કરી રહી છે એ ખોટું છે." આધ્વીકાનો ચેહરો ગંભીર હતો."શું કરી રહી છે રાવિ?" રાધિ મુંજવણમાં હતી."રાવિ તારા હકની મિલકત જીયાને આપી દેવા માંગે છે, સ્નેહ તેની સાથે જ હોય જેની સાથે સૌથી વધારે સમય ગાળ્યો હોય અને રાવિએ તેની આખી જિંદગી જિજ્ઞા, રયાન અને જીયા સાથે ગાળી છે. એ જીયા અને તારામાંથી જીયાને જ ચૂઝ