પ્રકરણ ૨૪"કમાલ છે, રાધિકાને મુંબઈમાં બેઠા બેઠા ખબર પડી ગઈ કે મિસ રાઠોડ મુસીબતમાં છે." મેહુલ બોલ્યો."હા, બન્ને આઇડેન્ટિકલ ટ્વિન્સ છે એટલે." કેરિન ફિક્કું હસ્યો."બન્ને એકબીજાની ઝેરોક્ષ કોપી લાગે છે, નઈ?" મેહુલ રાધિકા અને રાવિકા વચ્ચે રહેલી સમાનતાઓ જોઈને આશ્ચર્યચકિત થઇ ગયો હતો."હા, સાચી વાત છે." કેરિનએ ટૂંકમાં જવાબ આપ્યો."બન્ને છોકરીઓ ક્યાં ગઈ?" આસ્થા નાસ્તો લઈને આવી ત્યારે હોલમાં કેરિન અને મેહુલ જ હતા."બહાર ગઈ હમણાં બન્ને." મેહુલએ જવાબ આપ્યો."તમે રાવિ સાથે કામ કરો છો?" આસ્થાએ ચાનો કપ મેહુલને આપ્યો."તમે રાવિ સાથે કામ કરો છો?" કેરિન ચોંક્યો."હા, એની પ્રોબ્લેમ?" મેહુલએ કેરિન સામે આશ્ચર્યથી જોયું."ના, ના. અમને શું પ્રોબ્લેમ હોય?" આસ્થાએ