લોસ્ટ - 22

(28)
  • 3.9k
  • 2
  • 2k

પ્રકરણ ૨૨વિશાળ જંગલની વચ્ચોવચ આવેલી એક નાનકડી ગુફામાં ખુલતું વિશાળ ભોંયરુ આજે લાવાની જેમ ધગધગી રહ્યું હતું, ભોંયરાના તળિયે વેરવિખેર પડેલી નિર્જીવ ખોપડીઓ પણ ડરની મારી ધ્રુજી પડે એટલો ભયકંર ગુસ્સો આ ભોંયરાના કર્તાધર્તા અને માલિક કાળીનાથને ચડ્યો હતો."કુંદરએ મારી સાથે દગો કર્યો, મેં એને મોકલેલો રાવિને મારી પાસે લાવવા અને એ રાવિ સાથે પ્રણયફાગ ખેલવા માંગે છે. અરે એ બેવકૂફને કોણ સમજાવે કે રાવિનું કોમાર્ય મારા માટે કેટલું જરૂરી છે." કાળીનાથએ તેમના બીજા બે પ્રેત ચેલાઓને કુંદરને ઉપાડી લાવવા મોકલ્યા."જોઈ રહી છે આધ્વીકા? આ બધું તારા કારણે થઇ રહ્યું છે, પેલો રાક્ષસ જેવો કુંદર હવે રાવિની પાછળ પડ્યો છે