લોસ્ટ - 19

(25)
  • 3.7k
  • 2
  • 2k

પ્રકરણ ૧૯"તું કેમ અમારાથી દૂર જવા માંગે છે?" રીનાબેનએ કેરિનને તેમની પાસે બેસાડ્યો."મને સારી ઑફર મળી છે નોકરીની, અને અમદાવાદ ક્યાં બઉ દૂર છે?" કેરિનએ રીનાબેન સામે જોવાનું ટાળ્યું."પણ..."રીનાબેન કંઈ બોલે એ પહેલાં કેરિન બોલી ઉઠ્યો,"આજે તો હું ઇન્ટરવ્યૂ આપવા જઉ છું, મને આશીર્વાદ નઈ આપે કે હું ઇન્ટરવ્યૂમાં પાસ થઇ જઉ.""પણ તું રઈશ ક્યાં?" રીનાબેનએ છેલ્લો પ્રયત્ન કર્યો કેરિનને રોકવા."નોકરી મળી જશે તો રેવાનું ઠેકાણું પણ કરી લઈશ." કેરિન એ તેનાં સર્ટિફિકેટ બેગમાં ગોઠવ્યા અને અમદાવાદ જવા તૈયાર થયો."તું સાચે નોકરી માટેજ જઈ રહ્યો છે ને?" રીનાબેનએ દહીં અને સાકર લઇ આવ્યાં."હા." કેરિનએ ટૂંકમાં જવાબ આપ્યો પણ અહીંથી જવાનું