ચોર છે ચોર છે..... ચોર છે ભાઈ ચોર છે " બાકીના કાલ્પનિક પડછાયા એને ઝીલવા લાગે છે. સૂરજ પોતાની બધી તાકાત વાપરીને છેલ્લી વાર પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા માંગતો હોય અને ચિલ્લાઇને આખી દુનિયાને જણાવવા માંગતો હોય એમ પાગલ માણસ જેમ બૂમ પાડે છે કે " હુંહુહુ..... ચોરરરર ....નથીથીથીથી. " અને પોતાની જાતને એ દીવાલ પરથી કૂદકો મારી જાણે પાણીમા અંદર પડવાની બસ તૈયારી જ હતી ત્યાં એક કોમળ , મુલાયમ મખમલ જેવા હુંફાળા હાથે સૂરજનો સ્પર્શ કર્યો . સૂરજની છેલ્લીવાર ચિલ્લાઇને ' હું ચોર નથી ' બોલવાની ઘટના અને સૂરજનો હાથ પકડવાની ઘટના