ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-26

(66)
  • 4.3k
  • 3
  • 2.2k

(કિઆરા એલ્વિસના ઘરને સજાવવા માટે તેની કિનારામોમના અનાથાશ્રમના બાળકોએ બનાવેલી વસ્તુઓ ભેંટ કરી.સાથે કિઆરાએ કહ્યું કે તેણે અને એલ્વિસે દુર રહેવાની જરૂર છે.કિઆરાને કોલેજમાં એક પ્રોજેક્ટ મળે છે જે તેને આયાન સાથે મળે છે.જેનો વિષય બોલીવુડ અને ક્રાઇમ હતો.) કિઆરા,અહાના અને અર્ચિત કેન્ટીનમાં બેસેલા હતાં. "વાહ,શું પ્રોજેક્ટ મળ્યો છે મને!બોલીવુડ અેન્ડ ક્રાઈમ અને પાર્ટનર તો તેનાથી પણ ગ્રેટ આયાન.કહેવાનો મતલબ છે કે જે બે વ્યક્તિથી દુર ભાગવા માંગુ છું તે જ વ્યક્તિની નજીક મને મારી કિસ્મત લઇ જાય છે."કિઆરા સેન્ડવીચ ખાતા ખાતા પોતાનો ઊભરો તે બંને આગળ ઠાલવી રહી હતી. અર્ચિત અને અહાનાને હસવું આવી રહ્યું હતું. "અર્ચિતભાઇ,મનમાં લડ્ડુ ફુટ્યા