જાસૂસનું ખૂન - ભાગ 8 - છેલ્લો ભાગ

(49)
  • 4.5k
  • 2
  • 2.4k

જાસૂસનું ખૂન ભાગ-8 કપડાંની દોરી બની ફાંસીનો ફંદો બીજા દિવસે સવારે હરમન અને જમાલ પોલીસ સ્ટેશન જવા નીકળ્યા ત્યારે જમાલના મનમાં એક પ્રશ્ન વાવાઝોડાની જેમ ચાલી રહ્યો હતો. જમાલે એ પ્રશ્નને પોતાની અંદર રોકવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ એ એના પ્રશ્નને રોકી શક્યો ન હતો. "બોસ, એક સવાલ પૂછું? નાયાબનું ખૂન તમે તો કર્યું નથીને?" જમાલે એના મનમાં ઊભો થયેલો પ્રશ્ન હરમનને પૂછી લીધો હતો. હરમને ગાડી સાઇડમાં પાર્ક કરી અને ગુસ્સાથી એની સામે જોયું હતું. "આટલાં વર્ષોથી તું મારી જોડે છે. તને લાગે છે કે હું કોઇનું ખૂન કરી શકું? અને ખૂન કરવા માટે કોઇ હેતુ જોઇએ. નાયાબનું