૩૬"તેં મારી સાથે દગો કર્યો..." ભાવનાબેન મોહનલાલને મારવા ધસ્યાં.મોહનલાલએ ભાવનાબેનનું ગળું દબાવ્યું અને બોલ્યો,"હવે મને તારી જરૂર નથી, તો તારે જીવવાની પણ જરૂર નથી."મોહનલાલની પકડથી ભાવનાબેનનું ગળું રૂંધાઈ રહ્યું હતું, તેં મોહનલાલની પકડ છોડાવવા તરફડી રહ્યાં હતાં પણ મોહનલાલએ તેની પકડ વધું મજબૂત કરી દીધી."તું ઘણું બધું જાણી ગઈ છે ભાવના, તો હજુયે એક વાત જાણી લે. તારી દીકરીને વિધવા મેં બનાવી, મેં અરજણને કામથી ફોન કર્યો હતો ત્યારે તેં સિંહનિવાસ જઈ રહ્યો હતો. તેણે મને એ દિવસે સિંહનિવાસમાં થયેલા તમાશા વિશે અને રતનની યોજના વિશે જણાવ્યું, એજ સમયે મારા મગજમાં સોલિડ યોજના આવી અને મેં તારા જમાઈ નીરજને મરાવી