એક ડગલું તારી દિશામાં... - 3

  • 3.5k
  • 1.4k

"જ્યારે મંજિલ મળી જાય છે, ત્યારે સઘળાં દર્દો ટળી જાય છે." થયું પણ એવું જ. શિખર સર કર્યાનાં ઉત્સાહે બધાંનો થાક ઉતારી દીધો. પાછાં ફરવું સરળ બન્યું પરંતુ ઊતરતી વખતે પણ સાવચેતી જરૂરી હતી એટલે પ્રાપ્તિએ આ વખતે ઉતરતાં સાવચેતી રાખી. મિતેશ પણ વખતોવખત સૂચન કરી દેતો. સાંજે છ એક વાગ્યે એ લોકો કેમ્પ સાઇટ પહોંચ્યા. ફ્રેશ થઈ પિયા અને પ્રાપ્તિ થોડો આરામ કરી હિલ ફેસિન્ગ બેન્ચ પર બેઠાં. "આજનું ટ્રેકિંગ ખૂબ સરસ ગયું ને! મારું એક સપનું પૂરું થયું પ્રાપ્તિ." પિયાએ પગ હલાવતાં હલાવતાં કહ્યું. "મારું પણ." પ્રાપ્તિએ ઉમેર્યું. "પ્રાપ્તિ, એક વાત પૂછું? થોડી વ્યક્તિગત?" "હા" "પ્રાપ્તિ મારી લાઈફની