અયાના - (ભાગ 5)

(19)
  • 4.6k
  • 1
  • 2.4k

દેવયાની અને અયાના થી છૂટા પડીને ક્રિશય હસતો હસતો એની બાઈક તરફ આવ્યો...બાઈક લઈને હોસ્પિટલ તરફ નીકળ્યો....હોસ્પિટલ ના પાર્કિગમાં રોજ આવતા લોકો માટે પાર્કિંગ ની વ્યવસ્થા ફિક્સ કરી દેવામાં આવી હતી...એટલે પાર્કિંગ કરવાની કોઈ માથાકૂટ જ ન હતી...ક્રિશય અંદર આવ્યો ત્યાં એની નજર એની જગ્યાએ કોઈક ની પાર્ક કરેલી એક્ટિવા ઉપર પડી...'એક તો લેટ થઈ ગયું છે અને આવા નમૂના પણ...'" ઓય..." સિક્યુરિટી ને એની પાસે આવવા કહ્યું..."જી સર..""કોન હૈ યે નમૂના ..."સિક્યુરિટી પણ એની જેમ નટખટ હતો એ બોલ્યો..."સર , નમૂના નહિ નમૂની...""વ્હોટ..."" કોઈ લડકી થી જિસને હડબડી મે યહાં ગાડી ઠોકી ઓર ઉપર ચલી ગઈ...યે દેખો ના ઈસમે