અયાના - (ભાગ 3)

(21)
  • 4.8k
  • 1
  • 2.6k

બારણું બંધ થઈ જતાં ક્રિશયે પાછળ ફરીને કુમુદ તરફ જોઈ લીધું.... બંને હસવા લાગ્યા..."આંટી આ કેમ એટલો બધો ગુસ્સો કરતી હોય છે...કે પછી ખાલી મને જોઇને જ ગુસ્સો આવે છે..." કુમુદ એ જવાબ આપવાનું ટાળ્યું અને ક્રિશય ને બેસવા કહ્યું...બારણું બંધ કરીને રડતી એ અચાનક ઉભી થઇ અને ઘડિયાળ માં જોયું તો કોલેજ જવાનો સમય થઈ ગયો હતો...ફટાફટ રડ્યા પછીનું લાલ થઇ ગયેલું મોઢું ધોઈને બહાર આવી અને કુર્તી સરખી કરીને વાળ ઉપર બ્રશ ફેરવ્યું...રડવાના કારણે નાકનું ટેરવું લાલ થઇ ગયું હતું એની ઉપર થોડો મેકઅપ કરીને પોતાને એક વાર અરીસામાં નિહાળી લીધી અને વિચારવા લાગી...કંઇક તો કમી છે અરીસામાં મને