અયાના - (ભાગ 1)

(18)
  • 6.1k
  • 1
  • 3.3k

"અયાના......""અયાના......"સવાર સવાર માં પક્ષીઓના મધુર અવાજ ને સાથે ખૂબ જ સુરીલા અવાજમાં કોઈક અયાના નામની બૂમ પાડી રહ્યું હતું....ઘરની બહારના નાના એવા બગીચામાં ફૂલછોડ નું જતન કરતી અયાના એના મમ્મીનો અવાજ સાંભળીને ઘરની અંદર આવી...દિવસ દરમિયાન ગમે એટલી વ્યસ્ત રહેતી અયાના પોતાના નાના ફૂલછોડ થી ભરેલા બગીચા માટે સવારમાં એક કલાક વહેલી ઊઠીને દેખરેખ રાખીને અને જતન કરીને ફાળવતી..."અયાના , ક્યારની હું તને અવાજ આપું છું, તને સંભળાતું નથી ?""મમ્મી , કેટલીવાર કહેવાનું કે હું મારા ફૂલછોડ પાસે હોય ત્યારે મને ડિસ્ટર્બ નહી કરવાનું એટલે નહિ જ કરવાનું...બોલો હવે ,અત્યાર અત્યાર માં તમારે મારું શુ કામ પડ્યું?"ગરમાગરમ સાત આઠ આલુ