તલાશ - 21

(62)
  • 6.2k
  • 3.7k

"એક્સ્ક્યુઝમી સર" કહીને નીનાએ ફરીથી કેબિનમાં પ્રવેશી એ વખતે જોશી સર ફોન કટ કરીને મનોમન પૃથ્વીને બતાવી દેવાનું વિચારી રહ્યા હતા. અચાનક ફરીથી નીનાનો અવાજ સાંભળીને તેઓ ચોંકી ઉઠ્યા. "ઓહો નીનાજી તમે ફરીથી.?” "ફરી પાછું નીનાજી? હવે મને ખરાબ લાગશે હો.” કહીને નીના હસી. અને ઉમેર્યું “જુઓને કેવા સંજોગો ઉભા થયા છે હું બહાર નીકળી અને મારી કાકીની બહેનનો ફોન આવ્યો એની દીકરીની સગાઈ છે. કાકી તો 2 દિવસ પહેલા જ ત્યાં પહોંચી ગયા છે પણ આજે એમની દીકરી કે જે મારી ફ્રેન્ડ છે એનો કોલ આવ્યો અને મને બહુ આગ્રહ કર્યો કે હું એની સગાઈમાં હાજરી આપું. લાઈનમાં ડિસ્ટબન્સ હતું એટલે મેં સ્પીકર ચાલુ રાખ્યું હતું એ તમારા પ્યુને સાંભળ્યું અને એ બોલી ગયો