લવ બાઇટ્સ - પ્રકરણ-81

(128)
  • 6.8k
  • 4
  • 3.6k

લવ બાઇટ્સપ્રકરણ-81 સ્તવન આશા-મીહીકા મયુર રાણકપુર મહાદેવજીનાં મંદિર પહોંચ્યા.એ લોકોએ લાડુની પ્રસાદી, પીતાંબર બધુ સાથે લીધું સ્તવને આવેલ પાર્સલનું બોક્ષ પૂજારીજીનાં હાથમાં આપીને કહ્યું ગુરુજી આ મહાદેવજીને ચઢાવીને મને પાછું આપજો એમ કહી ને બોક્ષ આપુ આશા-મીહીકા -મયુર આર્શ્ચથી જોઇ રહેલાં. પૂજારીજીએ વિસ્મય સાથે બોક્ષ લીધુ. આશા સ્તવન મયુર મીહીકા એમની સામે પલાઠી વળીને હાથ જોડીને બહેઠાં. પૂજારીજીએ મહાદેવજીને પીતાંબર ચઢાવ્યાં એક સ્તવનનાં હાથે અને એક મયુરનાં હાથે મૂકાવ્યાં. પછી બોક્ષ ખોલીને જોયુ તો એમાં સુંદર ખૂબ કિંમતી પાઘડી હતી એમણે સ્તવન સામે આર્શ્ચયથી જોયું અને બોલ્યા દીકરા આ પાઘડી ? સ્તવને કહ્યું મહાદેવજીને પહેરાવો અને પછી પ્રસાદીમાં પાછી આપજો.