રાત - 11

  • 4.3k
  • 1.8k

બધાં પોલીસ સ્ટેશનની બહાર ઊભા હતાં. રવિ બોલ્યો, "વિશાલે આવાં સમયમાં ગુસ્સાને કાબૂમાં રાખવાની જરૂર હતી." ધ્રુવ બોલ્યો, "હવે જે થયું તે બદલાશે તો નહીં. ચાલો! તેમને જેલમાંથી બહાર કાઢવાની વ્યવસ્થા કરીએ. તેમને બહાર કાઢવા હવેલી વિશે જણાવું પડશે." ભાવિન બોલ્યો, "દાદાએ કહ્યું હતું કે ગામમાં બીજું પણ એક ઘર છે, જ્યાં આવી ભૂતિયા ઘટનાઓ થાય છે. એવું હોઈ શકે કે હવેલીનો અને તે ઘરનો કોઈ સંબંધ હોય!" ધ્રુવ બોલ્યો, "ચાલો તો, આપણે ત્યાં જઈને તપાસ કરીએ."