પ્રાયશ્ચિત - 21

(78)
  • 9.9k
  • 8.7k

પ્રાયશ્ચિત પ્રકરણ - 21" સુનિલ અંકલ હું મુંબઈ આવી ગયો છું. એરપોર્ટ પાસે હોટલ હિલ્ટનમાં છું અત્યારે. તમને સાંજે કેટલા વાગે ફાવશે ? તો એ પ્રમાણે હું નીકળું અહીથી " હોટલ પહોંચીને ફ્રેશ થઈ ગયા પછી કેતને સુનિલ અંકલને ફોન કર્યો. " અરે કેતનકુમાર તમારું જ ઘર છે. તમારે સમય પૂછવાનો થોડો હોય ? ખરેખર તો આપણા સંબંધો એવા છે કે તમારે હોટલમાં ઉતરવાની પણ કોઈ જરૂર ન હતી. સીધા ઘરે જ આવી જવાય !! " સુનિલભાઈએ કહ્યું. " અંકલ તમે તો જાણો જ છો કે બે વર્ષ પહેલાં ધંધાના કામે મુંબઈ આવતો ત્યારે પણ હોટલમાં જ ઉતરતો ને !! અને આ વખતે