હાઇવે રોબરી - 33

(25)
  • 3.9k
  • 2
  • 1.9k

હાઇવે રોબરી 33 જવાનસિંહની અંતિમક્રિયા પછીની વિધિ પણ પતી ગયે દસેક દિવસ થઈ ગયા હતા. સવિતાના ભાઈ એ બાળકોને લઈ પોતાને ઘરે આવવા કહ્યું. પણ સવિતા કોઈના ઉપર ભાર બનવા ન્હોતી માંગતી. એની પાસે એક ભેંસ તો હતી જ. વળી એ કામ કરવામાં પાછી પડે એમ ન હતી. એટલે એણે બધાને પ્રેમથી ના પાડી આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે એ પોતાના ઘરે જ રહેશે. એને વસંતભાઈ અને રાધા ભાભી યાદ આવ્યા. એ મનોમન પ્રાર્થના કરતી કે વસંત ભાઈ સુખરૂપ પાછા આવી જાય એટલે સારું. રાધા ભાભીને પૈસાની કોઈ તકલીફ