ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-25

(72)
  • 4.7k
  • 4
  • 2.3k

(અંતે અકીરાનું સત્ય બહાર આવ્યું અને તે કિઆરાના હાથનો માર ખાઈને પોલીસ સ્ટેશન ગઇ.જતા જતા તે કિઆરાને ઘણુંબધું સંભળાવતી ગઇ.દાદુ કિઆરાને એલ્વિસથી દુર રહી જોવાનું કહે છે.) એલ્વિસ ખૂબજ દુખી હતો.તેણે કિઆરાને ફોન લગાવીને કોશીશ કરી પણ તેનો ફોન આઉટ ઓફ કવરેજ બતાવતો હતો.પોતાની જાત પર ગુસ્સે થતાં થતાં જ તે સોફા પર જ સુઇ ગયો.વહેલી સવારે વિન્સેન્ટ આવ્યો એલ્વિસને આ રીતે જોઇને તેને ખૂબજ તકલીફ થઇ. "સોરી બ્રો,આ વખતે હું તારી મદદ એટલા માટે નહીં કરું કેમ કે આ દુરી પણ જરૂરી છે.તો જ તને તારા સાચા પ્રેમનો અહેસાસ થશે.હું ઇચ્છું તો તારા અને કિઆરા વચ્ચે બધું જ સરખું