મા

(19)
  • 5.3k
  • 1.2k

એનિમલ પ્લેનેટ ચેનલમાં એક પ્રોગ્રામ ચાલું હતો. આ ચેનલમાં પ્રાણીઓનાં જીવન અને વર્તન ઉપર ખૂબ જીણવટ ભર્યું અવલોકન આવે છે.શિકારી પ્રાણીઓ,શાકાહારી પ્રાણીઓ,પક્ષીઓ, જીવજંતુઓના જીવન પર ખૂબ ઉંડાણપૂર્વક નું સંશોધન આવે છે. કુદરતે ગોઠવેલ આહરકડી,જીવ જ જીવનો આહાર ખૂબ સારી રીતે બતાવે છે. મને આ ચેનલ જોવી ખૂબ ગમે. વિલ્ડબિસ્ટ આફ્રિકાનાં જંગલનું એક હરણ અને જંગલી ગાયને મળતું આવતું પ્રાણી છે. તેનાં હજારોની સંખ્યામાં ટોળાં ચરતાં હોય.ચરતાં ચરતાં આગળ વધતાં જાય ને બધું ઘાસ ખલ્લાસ કરતાં જાય. તેની સંખ્યા એટલી મોટી હોય કે નાના શિકારી પ્રાણી તેનાં પર હુમલો