મોજીસ્તાન - 54

(17)
  • 3.3k
  • 1
  • 1.5k

મોજીસ્તાન (54) "તો પછી ફોન કોણ કરતો હોય ? હબો તો ન જ કરતો હોય, કારણ કે એને જે કહેવું હોય એ મોઢામોઢ જ કહી દે છે.એ કંઈ મારાથી કે ભાભાથી બીવે એવો નથી. નગીનદાસ સાથે કાયમનો ડખો હોવા છતાં આ હબાએ એના મહેમાનને પાછા વાળ્યા એટલે બાબો હબા પર આફરીન પોકારી ગયો હતો. પણ હવે ભૂતને શોધવાનું કામ પાર પડવાનું હતું. એ રાતે બાર વાગ્યે ભૂતનો ફોન આવ્યો. ભાભા ગાઢ નિંદ્રામાંથી જાગી ગયા.ઓશિકા નીચે હાથ ફંફોસી ચશ્મા ચડાવીને ભાભાએ નંબર જોયો.એ નંબર ભૂતનો હોવાથી ભાભાની ઊંઘ ઊડી ગઈ.બાજુના ખાટલામાં ગોરાણી નસકોરા ગજવીને ઓરડામાં બળતા ઝીરોના લેમ્પના આછા અજવાળાને