મોજીસ્તાન - 49

(13)
  • 3.7k
  • 1.7k

ધંધુકા રેલવે સ્ટેશનના બાંકડે વીજળીને બેસાડી, બાબો બોટાદની ટીકીટ લેવા ટીકીટબારી તરફ જતો હતો ત્યારે એણે ભોથિયા અને જેમાને પ્લેટફોર્મમાં ઉભેલા જોયા.'કદાચ એ બંને ધંધુકાના જ હશે' એમ સમજી બાબો બહુ ધ્યાન આપ્યા વગર ટીકીટબારી તરફ ગયો. ટિકિટબારી પરનો કર્મચારી ક્યાંક આઘોપાછો ગયો હોવાથી બાબાને ટીકીટ મળવામાં દસેક મિનિટની વાર લાગી. બોટાદની બે ટીકીટ લઈ એ પાછો આવ્યો ત્યારે ભોથિયા અને જેમા સાથે એના જેવા બીજા ચાર જણા વીજળી જે બાંકડે બેઠી હતી તે બાંકડા પાસે ઉભા હતા. બાબાના પેટમાં ફાળ પડી.એ ઉતાવળો ચાલીને વીજળી પાસે આવ્યો.વીજળી પણ ડરી ગઈ હતી.કારણ કે પેલા લોકો અંદરોઅંદર એની જ વાતો