મોજીસ્તાન - 46

(13)
  • 3.9k
  • 1.5k

નયનાએ પાછું ફરીને જોયું તો નીના કંઈક વિચિત્ર નજરે એને જોઈ રહી હતી.નયનાએ ઝડપથી આંસુ લૂછી નાખ્યા.રણછોડના મિત્ર તરીકે અવાજ બદલીને એ ફોનમાં વાત કરી રહી હતી એ પોતાની દીકરી જાણી ગઈ એનો ક્ષોભ એના મોં પર સ્પષ્ટ દેખાઈ આવતો હતો."શું વાત છે મા ? તું આવી રીતે કોઈ જોડે શું વાત કરતી હતી ?"નીનાએ પૂછ્યું. "કાંઈ નથી બેટા, એ તો હું મારી બહેનપણીને ચીડવતી હતી..""હું નાની કિકલી નથી હો..? મમ્મી તું કંઈ છુપાવી રહી છો.તું રડી રહી હતી.કંઈક તો વાત છે..""એ તારે જાણવાની જરૂર નથી.તું ભલી થઈને મને આ બાબતમાં કંઈ પૂછતી નહીં." કહી નયના નીચે જતી રહી.નીના એને જતી