મોજીસ્તાન (44) ગામના લોકોના વ્યવહારથી વજુશેઠ ખૂબ નારાજ રહેતા હતા. હંમેશા એકબીજાની ટાંટિયાખેંચ અને મારામારીના સમાચાર સાંભળી સાંભળીને તેઓ સાવ કંટાળી ગયા હતા.સરપંચપદે ચૂંટાઈ આવેલો હુકમચંદ સતત કાવાદાવા કરી રહ્યો હતો.ગટર લાઈનમાં થયેલા ગોટાળા સંદર્ભે મામલતદારને રજુઆત કરવા છતાં હજી કોઈ પરિણામ આવ્યું નહોતું. વજુશેઠના ચાર પુત્રોએ મુંબઈમાં સારો એવો કારોબાર જમાવ્યો હતો પણ માબાપને લગભગ ભૂલી ગયા હતા.એકવાર વજુશેઠ મુંબઈ જઈને પુત્રોનો પોતાના પ્રત્યેનો પ્રેમ જોઈ આવ્યા પછી એમણે મુંબઈની દિશામાં જોવાનું પણ ટાળ્યું હતું.વર્ષોજુની પેઢી સંભાળે એવું હવે કોઈ રહ્યું ન હોવાથી પોતાની મુડીની સખાવત કરીને જિંદગીમાં જાણે અજાણ્યે થયેલા પાપ ધોઈ નાખવાનું એમણે નક્કી કર્યું. આ માટે