મોજીસ્તાન - 42

(11)
  • 3.7k
  • 1.6k

રણછોડથી છુટા પડેલા તખુભારાણપુરની બજારે એમનો કોઈ ઓળખીતો મળી જતા સરદાર ચોક પાસે ચા પીવા બેઠા હતા. અડધા કલાક પછી તખુભાએ બુલેટ ઉપાડ્યું.રાણપુરથી બરવાળા જતી સડક સિંગલપટ્ટી રોડ હતો અને બપોરના સમયે વાહનોની ખાસ અવરજવર ન્હોતી. રણછોડને ટક્કર મારીને નારસંગે પોતાને સોંપવામાં આવેલું કામ પાર પાડ્યું હતું.બાવળના ઝાડ સાથે ભટકાયેલો રણછોડ બેભાન થઈને પડ્યો હતો.એના માથામાંથી ખાસ્સું લોહી વહી ગયું હતું.એનું રાજદૂત રોડની બાજુના ઊંડા ખાળીયામાં પડ્યું હતું. ફૂલ સ્પીડમાં જતા તખુભાએ બાવળના થડીએ લોહીલુહાણ હાલતમાં પડેલા આદમીને જોયો કે તરત જ બ્રેક મારી.ઝડપથી બુલેટ પરથી ઉતરીને નજીક આવ્યા એટલે એમણે રણછોડને ઓળખ્યો. 'અરે આ કેમ કરતા ભટકાયો હશે ? આનું ધ્યાન નઈ