જીવન સાથી - 15

(26)
  • 6.1k
  • 3
  • 4.9k

આ બાજુ કંદર્પ અને સીમોલીની તબિયત એકદમ સરસ હતી અને તેમને હોસ્પિટલમાંથી રજા આપીને ઘરે પણ લાવી દીધા હતા પરંતુ આન્યાના પપ્પા ડૉ.વિરેન મહેતા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ ખાઈને પણ હવે થાકી, હારી અને કંટાળી ગયા હતા પરંતુ આન્યાના કોઈ સમાચાર ન હતા તેથી તેમની મન:સ્થિતિ ખૂબજ બગડતી જતી હતી. તેમની તબિયત થોડી વધુ ગંભીર બનતી જતી હતી અને તે ડિપ્રેશનમાં આવી ગયા હતાં મોનિકા બેનને તો શું કરવું હવે ક્યાં જવું તે જ સમજમાં આવતું ન હતું ફકત ભગવાન ઉપર પૂરેપૂરો ભરોસો હતો કે મારી આન્યા ચોક્કસ સહી સલામત હશે પણ તે ક્યારે મને મળશે અને મળશે પણ ખરી