ધૂપ-છાઁવ - 41

(32)
  • 4.8k
  • 2
  • 3.2k

ઈશાન તેમજ અપેક્ષા બંને એકબીજામાં સંપૂર્ણ ખોવાઈ ગયા હતા અને ઈશાને અપેક્ષાનો હાથ પોતાના હાથમાં લીધો અને પોતાની છાતી સરસો ચાંપી દીધો જાણે અપેક્ષા તેની પોતાની જ હોય અને પોતાના પ્રેમનો એકરાર કરતાં તે બોલ્યો, " આઈ લવ યુ ટુ મચ માય ડિયર અને તું મને છોડીને તો ક્યાંય નહીં ચાલી જાય ને ? " અને અપેક્ષાએ ફક્ત નકારમાં જ માથું ધુણાવ્યું. ઈશાન: લગ્ન કરીશ મારી સાથે ? અપેક્ષા: હા પણ, અક્ષતને તો પૂછવું પડશે ને ? અને ઈશાન જે ક્ષણની રાહ જોઈ રહ્યો હતો તે ક્ષણ, તે ખુશી તેને આજે મળી ગઈ હતી અને અપેક્ષાનું પણ એવું જ હતું