કૃપા - 5

  • 4.2k
  • 1.9k

(આગળ ના ભાગ માં જોયું કે કૃપા નો સોદો કરવા રામુ જ્યાં પણ જતો ત્યાં તેનું અપમાન થતું,એક મોટા દલાલે તો તેને બહાર ફેંકાવી દીધો.હવે રામુ તેનો બદલો કેમ લેશે...) રામુ પોતાનું આવું અપમાન સહન ન કરી શક્યો.તેને મનોમન કૃપા પર ગુસ્સો આવવા લાગ્યો,કે એક તો ગરીબ ઘર ની છોકરી,અને પાછા નખરા હજાર.તે ગુસ્સા માં ઘરે પહોંચ્યો,તો કૃપા ઘર માં નહતી.તેને આસપાસ માં જોયું પણ કૃપા ક્યાંય દેખાઈ નહિ.તે ઘર માં રાખેલ કૃપા ની વસ્તુ જોવા લાગ્યો,પણ કયાય કશું શંકાસ્પદ ના લાગ્યું.તે બહાર ઉભો રહ્યોં ને ત્યાં જ તેને કૃપા ને કાના ના ઘર માંથી બહાર આવતી જોઈ.