અનંતોયુધ્ધમ્ - 2

  • 2.2k
  • 1
  • 1.1k

વૈદ્ય જયકર અને શ્રી, વસ્તીથી ખાસ્સાં દૂર કહી શકાય એવાં સ્થળે, અરણ્યની સીમા પર રહેતાં હતાં. ત્યાં રહેવાનું કારણ અરણ્યમાંથી ઔષધિઓની સરળ ઉપલબ્ધિ અને આવતાં જતાં વટેમાર્ગુઓની સેવા પણ. વૈદ્ય જયકર આજુબાજુનાં વિસ્તારમાં પ્રખ્યાત. એમની સેવાભાવના અને આવડતથી એમણે સારી એવી ખ્યાતિ પ્રાપ્ત કરેલ. જરૂર પડે ગામેગામ ફરી એ બિમારોની સેવા કરતાં. સાથે સાથે રહેઠાણ આસપાસ થોડી જમીનમાં ખેતી પણ કરતાં. વૈદ્ય જયકર માત્ર સારાં વૈદ્ય જ નહોતાં એ એક સારા વ્યક્તિની સાથે સાથે સારા વિચારક અને બુદ્ધિજીવી પણ હતાં. એમને શસ્ત્ર અને શાસ્ત્ર બંનેમાં ઋચિ હતી તેથી, એમનાં આવાસે શાસ્ત્રાભ્યાસ અને શાસ્ત્રાર્થ બંને સમયાંતરે થયાં કરતાં. જ્યારે કોઈ ન