ભાગ ૨ તેનુ કારણ એટલું જ હતુ કે અચાનક ગાડીની હેડલાઇટ આપોઆપ બંધ પડી ગઇ. આગળ જવાનો રસ્તો ભલે દેખાતો હતો ચાંદની રાતમાં પણ ગાડીની લાઇટ વગર આગળ જવાનું કોઇને પણ યોગ્ય લાગ્યું નહીં અને સાથે સાથે બીજી એક મુસીબત આવી પડી. અચાનક જ ગાડીનું બોનેટ ગરમ થઇ ગયુ હૉય એમ તેમાથી ધુમાડા નીકળવા લાગ્યા ! હવે તો ગાડી જ્યાં સુધી ઠંડી ન પડે ત્યાં સુધી આગળ જવાનું શકય ન હતુ સાથે સાથે રિસોર્ટ પણ પાછા ફરી શકાય એમ નહતું. અંતે ચારો મિત્રો ગાડી નીચે ઉતર્યા. નિલ બધા સામે જોતા યાર લાગે છે પેલી છોકરીએ જે વાત કરી હતી એ