વિશ્વ હ્રદય દિવસ સમગ્ર વિશ્વમાં વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા દર વર્ષે 29 સપ્ટેમ્બરે લોકોને તેમના હ્રદય પ્રત્યે જાગૃત રહેવા માટે વિશ્વ હ્રદય દિવસ તરીકે માનવે છે. આ ઉજવણીના માધ્યમથી વિશ્વના અનેક દેશોમાં જનજાગૃતિ લાવી હૃદયરોગની વિવિધ સમસ્યાઓ, રોગો અને સ્ટ્રૉક વિશે જનસમુદાયને સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવાનો આશય છે. વિશ્વભરની વિવિધ સંસ્થાઓ આ દિવસે લોકોને જાગૃત કરે છે. આ વર્ષ 2021ની વિશ્વ હ્રદય દિવસની થીમ છે : ડિજિટલ હેલ્થ દ્વારા કાર્ડિયો વાસ્ક્યુલર ડીસીઝ (CvD) હ્રદય રોગ વિષેની જાગૃતિ ફેલાવવી. ટેલિ હેલ્થ હ્રદય રોગને હરવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.