જાસૂસનું ખૂન - ભાગ 6

(20)
  • 4.6k
  • 2
  • 2.4k

જાસૂસનું ખૂન ભાગ-6 અંધારામાં ગોળીબાર રાત્રે સાડાનવ વાગે હરમને ઇન્સ્પેક્ટર પરમસિંહને એમના ઘરેથી લઇને ગાડી મીતા પંડિતના ઘર તરફ લઇ લીધી હતી. જમાલ પણ હરમનની જોડે જ આવ્યો હતો. "હરમન, મીતા પંડિતના પતિને મળીને આપણને આ કેસમાં શું ફાયદો થશે એ મને સમજાતું નથી. જે માણસ સાત મહિનાથી પથારીમાં હોય એ માણસ આપણને શું જવાબ આપી શકવાનો જેને પોતાને જ આજે જ ખબર પડી હશે કે એની પત્ની મીતાને કોઇ બ્લેકમેલ કરી રહ્યું હતું. વિજય પંડિત તો આપણા કામમાં નહિ આવે પરંતુ તારા આ અંધારામાં ગોળીબાર કરવાની આદતના કારણે મીતા પંડિતનું ઘર ચોક્કસ તૂટશે." ઇન્સ્પેક્ટર પરમસિંહે ગાડીની આગળની સીટમાં