જાસૂસનું ખૂન - ભાગ 1

(19)
  • 7.1k
  • 1
  • 3.2k

જાસૂસનું ખૂન ભાગ-1 જાસૂસનો ખૂની જાસૂસ? ડીટેક્ટીવ નાયાબ માકડનું રહસ્યમય રીતે થયેલું ખૂન. અમદાવાદના મુખ્ય ત્રણ છાપાના છેલ્લા પાને આ સમાચાર હતાં. હરમનનો આસીસ્ટન્ટ જમાલ આ સમાચાર વાંચી હાંફળોફાંફળો થઇ અને હરમન પાસે પહોંચ્યો હતો. હરમન ઓફિસમાં બેસી નાયાબ માકડના ખૂન વિશેની વાત જ છાપામાં વાંચી રહ્યો હતો. હરમનને છાપું વાંચતો જોઇ જમાલ ખુરશીમાં ફસડાઇ પડ્યો હતો. "નાયાબ માકડ મરી ગયો અને આપણે બંન્ને ફસાઇ ગયા. લેવાદેવા વગર કોર્ટમાં કાલે એની જોડે બબાલ થઇ હતી. કોર્ટમાં લગાડેલા સીસીટીવીમાં તમારા અને નાયાબના ઝઘડાનું રેકોર્ડીંગ પણ હશે જ અને ત્યાં પચાસ જણા સાક્ષી પણ હતાં કે જેમણે તમારા બંન્નેનો ઝઘડો જોયો