૩ કલાક - 6

(22)
  • 5.2k
  • 2
  • 2.1k

૬ નિર્માણ અને હિના પણ પાણીમાં કૂદી પડ્યાં, નિર્મળાને તરતા ન્હોતું આવડતું તેથી એ કિનારે જ બેસી રહી. સવારમાંથી બપોર પડી, વચ્ચે વચ્ચે થોડો આરામ કરતાં કરતાં ત્રણેયએ આખા તળાવમાં વિરલ અને ગોપાલને શોધ્યા પણ પરિણામ શૂન્ય. "આ કઈ રીતે શક્ય છે? આ તળાવમાંથી કોઈ રસ્તો ક્યાંય જતો નથી, અને આ તળાવ એટલું મોટુ કે ઊંડું પણ નથી કે વિરલ ને' ગોપાલ ન મળે તો પછી બન્ને ગયાં ક્યાં?" નિર્માણએ ગુસ્સામાં તળાવની પાળ ઉપર લાત મારી. "ઇટ્સ અ ગુડ ન્યૂઝ, જો વિરલ અને ગોપાલની બોડીઝ આ તળાવમાં નથી મતલબ બન્ને જીવે છે. હવે આપણે માત્ર એ બન્ને ક્યાં હશે એ