લોસ્ટ - 16

(27)
  • 3.7k
  • 2
  • 2.1k

પ્રકરણ ૧૬રાધિકા મેહુલની ઓફિસમાં પહોંચી, હજુ એ કઈ પૂછે એ પહેલાંજ ત્યાંના કર્મચારીએ તેને રાવિકા રાઠોડ સમજીને પ્રેમથી આવકારી અને મેહુલ મેહરાના કેબીન સુધી મૂકી ગયો."રાવિનો તો વટ છે." રાધિકા મનોમન હસી અને કેબીનના દરવાજા પર બે ટકોરા માર્યા."કમ ઈન." અંદરથી એક યુવાનનો અવાજ આવ્યો.રાધિકા કેબીનમાં પ્રવેશી અને ફાઈલ આપવા હાથ લંબાવ્યો જ હતો ને' ખુરશીમાં બેઠેલા યુવાનને જોઈને તેના મોઢામાંથી શબ્દો સરી પડ્યા, "તું? તું અહીં શું કરે છે?""તમને કંઈક તકલીફ હોય એવુ લાગે છે મિસ રાઠોડ, કાલે તમે મને ભૂલી ગયાં હતાં અને આજે હું તમને અચાનક યાદ આવી ગયો." મેહુલએ રાધિકાના હાથમાંથી ફાઈલ લીધી."એટલે? રાવિ તારી સાથે