આઇ હેટ યુપ્રકરણ-53 રાજ સવારથી વિચારોમાં હતો. મંમી સાથે વાત કર્યા પછી વઘારે વિચલીત થઇ ગયો. એને થયું મંમી પપ્પા ઇચ્છતાજ નથી કે હું નંદીની સાથે લગ્ન કરું. એ લોકો સીસ્તથી મને એમાંથી જુદો કરી નાંખ્યો. આમાં પાપાનીજ ચાલ છે મને ખબર છે અને મંમી પણ કેટલાં બદલાઈ ગયાં છે ? મંમીને અને પાપાને એમનાં સ્ટેટસ પ્રમાણે મને જીવાડવો છે મારાં જીવનમાં કોણ આવશે એ પણ એ લોકોને નક્કી કરવું છે પણ હું એવું નહીંજ થવા દઊં મારેજ કંઇક કરવું પડશે. નંદીનીનો કોઇપણ રીતે સંપર્ક કરીશ હું નંદીનીને વચન આપીને આવ્યો છું. એનેજ પરણીશ. નંદીની પણ મને કેટલો પ્રેમ કરે