તળાવ નું વર્ણન આવે એટલે કલમ થોભે નહીં. કેટલી ભવ્યાતિભવ્ય પરંપરા ! સરોવર,તળાવ, જળાસય જેવા અલગ અલગ નામ સાથે ગામની દીકરીઓ,વહુ સૌ આખો દિવસ પાણી ભરવા જાય, કપડાં ધુએ,ન્હાય અને ઢોર ને પાણી પાવાનું સ્થળ તેમજ તળાવને કાંઠે ઉભેલા વટવૃક્ષને છાંયે બે ઘડી મંદ મંદ પવનની લ્હેરખી પામવાનું સ્થળ એટલે ગામનું તળાવ. ગામમાં કોઈ નવવધૂ કે કોઈ કન્યા આવી હોય તો ત્યાં ચર્ચા થાય, ગામના તમામ હવામાન સમાચાર બધાંને ટેલિવિઝન,છાપા વગર મળી જાય.કોઈ નું મૃત્યુ થયું હોય ડાઘૂ સ્નાન માટે આવે તો આખા ગામમાં ખબર પડી જાય.કેટલાય ભજન લોકગીતોમાં ગામ તળાવનું વર્ણન થયેલું છે."પાટણ ની પનિહારી તું